વર્તમાન શિક્ષણ આધુનિક ટેકનોલોજીના પરિવર્તનોને સ્વીકારી નવી ક્ષિતિજો....ને આંબે છે ત્યારે બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા જિલ્લાની શિક્ષણક્ષેત્રની એક વેબસાઈટ ખુલ્લી મૂકતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું.
જિલ્લાની તમામ શાળાઓની, વિદ્યાર્થીઓની સંખ્યા, કર્મચારીઓની વિગતો, શાળા મકાન, ભૌતિક સુવિધાઓની માહિતી......... તાત્કાલિક મેળવી શકાય તે માટે પ્રોફાઈલનો નમુનો તૈયાર કરવામાં આવ્યો છે. દરેક SVS, QDC અને શાળા પોતાનું રજીસ્ટ્રેશન કરશે. જેના દ્વારા DEO કચેરી, SVS અને QDC ને જરૂરી માહિતી ઝડપથી મળી શકશે. શિક્ષણની અધતન માહિતી દર્શાવતી આ વેબસાઈટ માટે આપ સૌનો સહકાર અને સહયોગ મળી રહેશે જ તેવો મને વિશ્વાસ છે.
આશા રાખું છું કે આચાર્ય મિત્રો પોતાની શાળાની માહિતી અપડેટ કરશે. આપના રચનાત્મક સૂચનો આવકાર્ય છે.
શુભમ્ અસ્તુ.....
ધન્યવાદ
પ્રમુખ શ્રી
શ્રી અજીતસિંહજી સી. રાઠોડ
બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ